ગીર સોમનાથ એલ.સી.બી.એ બાતમીના આધારે ગીરગઢડાના આથમણા પાડા ગામની પાણખાણ સીમમાં વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૨૩ પેટીઓ, જેમાં ૫૯૦૪ બોટલો હતી, જેની કિંમત રૂ. ૫,૯૦,૪૦૦/- છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો હતો, જેથી કુલ મુદામાલ રૂ. ૫,૯૩,૪૦૦/- નો ઝડપી લેવાયો હતો. આરોપીઓ પૈકી ઉદયસિંહ ઉર્ફે વાળા ભાવુભાઇ સામતભાઇ દવેરા અને રાહુલસિંહ ભીમભાઇ ગોહીલને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પ્રફુલભાઇ સાદુળભાઇ ગોહિલ, ભાવેશ રમેશ કામળીયા, ઉમેશ અરજણભાઇ બાલશ અને મેહુલ મનહરભાઇ પટેલ ફરાર છે.