ગીર સોમનાથના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરને તેમની સાસણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકેની ફરજ દરમિયાન રેસ્ક્યુ ફોરેસ્ટરમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. નેટવેસ્ટ ગ્રુપ અર્થ હીરોઝ “સેવ ધ સ્પીસીસ એવોર્ડ ૨૦૨૦” માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ એવોર્ડ તેમને ઓનલાઈન (વર્ચ્યુઅલી) એનાયત કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર ગુજરાત વન વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી.