પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત ધ્યેયને સાર્થક કરવા સોમનાથ ટ્રસ્ટે માનવીય પ્રકલ્પ પ્રારંભ કર્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને ક્ષય નિર્મૂલન વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાના ૩૦૦ જેટલા ટીબીગ્રસ્ત દર્દીઓને એકઠા કરીને સોમનાથ તીર્થના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે તેમને ટ્રસ્ટના માન. ટ્રસ્ટી જે.ડી. પરમાર અને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના હસ્તે પ્રતિ દર્દી ૮ કિ.ગ્રા.ની આહાર સામગ્રીની સંકલિત કીટ અર્પણ કરવામાં આવી હતી.