ઉના, તા.૨૧
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ દેવાભાઈ સોલંકીનો વિદાય સન્માન સમારોહ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ડાયાભાઈ જાલંધરા, ગીર સોમનાથ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હોદ્દેદારોએ દેવાભાઈ સોલંકીનું સન્માન પત્ર, મોમેન્ટો અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યુ હતું.