ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજની હેરાફેરી અટકાવવા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને
પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે એક ગોડાઉન પર દરોડા પાડી રૂ.૫,૨૩,૧૫૦/- ની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો (ઘઉં, ચોખા, બાજરી) તથા વજન કાંટા અને ટુ-વ્હીલર સીઝ કરવામાં આવ્યા. આ કાર્યવાહીમાં કુલ ૨૯૮ કટ્ટા ઘઉં, ૬ કટ્ટા ચોખા અને ૧૩ કટ્ટા બાજરી જપ્ત કરવામાં આવ્યા હતા. વધુમાં, ૨૫ જૂન થી ૧ જુલાઈ ૨૦૨૫ દરમિયાન થયેલ ડ્રાઈવમાં જિલ્લાભરમાંથી રૂ.૧૦,૨૯,૨૨૫/- નો મુદ્દામાલ (ઘઉં, ચોખા, બાજરી, વજન કાંટા, રીક્ષા, ટુ-વ્હીલર, બોલેરો, મહિન્દ્રા પીકઅપ) સીઝ કરી સરકારી અનાજનો ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન કરનારાઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે.







































