ગીર સોમનાથના જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લામાં આવેલા વિવિધ વિવિધ પુલો, કાંસ, વોકળા અને નહેરો વગેરેની મુલાકાત લીધી હતી. તેમણે પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જિલ્લામાં આવેલાં વિવિધ કાંસ, વોકળા અને નહેરોની ચોમાસા દરમિયાન જરૂરી સફાઈ થાય અને શહેરમાં ભરાતું પાણી ત્વરિત વહી જાય તે માટે તકેદારીના પગલા ઉઠાવવા માટે જરૂરી માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આપ્યું હતું. જિલ્લાના વિવિધ રોડ પર આવેલા ૨૭ મોટા પુલ અને ૧૦૪ નાના પુલ મળી કુલ ૧૩૧ પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી સમારકામ માટેની સૂચનાઓ અને જર્જરિત પૂલોની જગ્યાએ નવા પુલોનું નિર્માણ થાય એ માટેની જરૂરી સૂચનાઓ માર્ગ-મકાન અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓને આપી હતી.