ગીર ગઢડાના ઝુડવડલી ગામ પાસે ગૌશાળા નજીક બે સિંહો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા. સમી સાંજે બનેલી આ ઘટનાને કારણે વાહનચાલકોએ રોકાઈને મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા હતા. આ પંથકમાં સિંહો હવે માનવ વસાહતો નજીક સ્થાયી થયા છે. જોકે, સિંહ પ્રેમીઓ દ્વારા હાઈ-વોલ્ટેજ લાઈટોનો ઉપયોગ અને પજવણી સિંહોને આક્રમક બનાવી શકે છે. વન વિભાગ માટે આવા તત્વોને રોકવા પડકારજનક છે. સ્થાનિકોએ વન્યજીવોની સુરક્ષા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.










































