ગીરગઢડા-ઉના ખાતે મારુ રાજપૂત સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ૩૩મો સમૂહલગ્ન સમારોહ ઉના ખોડલધામ ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો. આ સમૂહલગ્ન સમારોહમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ધારાસભ્યનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ ૭ નવદંપતીઓને સુખમય અને મંગલમય જીવનના આશીર્વાદ આપ્યા હતા તથા સમાજની ઉમદા પરંપરાને બિરદાવી હતી. સાથે જ તેમણે સમાજ હિત માટે રૂ.૨૧,૦૦૦/-નું અનુદાન જાહેર કર્યું હતું. આ સમારોહમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ વાળા, મારુ રાજપૂત સમાજના અધ્યક્ષ કાળુભાઈ ડાંગોદરા, ઉપાધ્યક્ષ કાનજીભાઈ ડાંગોદરા, પ્રમુખ કાંતિભાઈ માળવી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.