કોડીનાર વિસ્તારમાં ભારે પાવર લોસના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી વહેલી સવારના વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્રની ૨૮ ટીમોએ ૫૦ ગાડીઓ સાથે શહેરમાં જીન પ્લોટ, ઉના ઝાંપા, બુખારી મોહલ્લો, પણાદર રોડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ કર્યું હતું. જેમાં ૩૧૫ જેટલા વીજ જોડાણો ચેક કરાયા હતા. આ કાર્યવાહીમાંથી ૫૮ જેટલા જોડાણોમાં કુલ રૂ. ૧૫ લાખ ૪૨ હજારની વીજચોરી પકડાઇ હોવાનું સ્થાનિક પી.જી.વી.સી.એલ. અધિકારી એચ.વી. પરમારે જણાવેલ હતું. જયારે સેઢાયા, જગતીયા, હરમડીયા સહિતના ગામોમાં દસ ટીમો દ્વારા ૯૫ જેટલા વીજ જોડાણો ચેક કરાતા ૨૯ જોડાણોમાં સાડા આઠ લાખની વીજચોરી પકડાઈ હોવાનું અધિકારીએ જણાવેલ હતું.