ગીરગઢડાના જૂના ઉગલા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતના બોરવેલમાંથી સર્વિસ વાયરની ચોરી થયાનો બનાવ બન્યો છે અને પોલીસ હજુ પણ તપાસનું રટણ કરી રહી છે. માહિતી મુજબ જૂના ઉગલા ગ્રામપંચાયતનો બોરવેલ ખોડિયાર માતાના મંદિર પાસે આવેલ છે જે બોરવેલમાંથી અંદાજે ૨૦૦ ફૂટ જેટલી સર્વિસની ચોરી ગત સેપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. જે અંગે ગામના યુવા સરપંચ દ્વારા ગીરગઢડા પોલીસને તા.૧૫/૦૯ના રોજ લેખિત અરજી આપવામાં આવી હતી અને તપાસ કરી ચોરને કડક સજા કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ અંદાજે ૧૫-૨૦ દિવસ બાદ ફરી સરપંચે જૂના ઉગલા બીટ જમાદારને તપાસ અંગે પૂછતા તેઓ સ્થળ તપાસ કરી ગયેલ ત્યાર બાદ પોલીસ દ્વારા આ બાબતે કોઈ તપાસ કરવામાં આવેલ ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.