રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.