એશિયા કપ ૨૦૨૫ માટે ટીમ ઇન્ડિયાની ટીમ ૧૯ ઓગસ્ટે જાહેર થઈ શકે છે. ભારતીય પસંદગીકારોએ આ ટુર્નામેન્ટ માટે ટીમ પસંદ કરવામાં ઘણું વિચાર-વિમર્શ કરવું પડશે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ સમક્ષ પ્રશ્ન એ રહેશે કે શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓને ટીમમાં કેવી રીતે ફિટ કરવા. આ દરમિયાન, એશિયા કપ ટીમ અંગે એક મોટો અહેવાલ બહાર આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગિલ અને જયસ્વાલ બંનેને એશિયા કપ ૨૦૨૫ ટીમમાંથી બહાર કરી શકાય છે.
અહેવાલ મુજબ, પસંદગીકારો એશિયા કપ માટે ટીમ પસંદ કરતી વખતે મોટો નિર્ણય લઈ શકે છે અને ગિલ અને જયસ્વાલ બંનેને બાકાત રાખી શકે છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર તાજેતરના સમયમાં ટી ૨૦ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરનારા કોર ગ્રુપને જાળવી રાખવા માંગે છે. પસંદગીકારો ઓપનરની ભૂમિકા માટે અભિષેક શર્મા અને સંજુ સેમસન સાથે જવા માંગે છે.રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે ત્રીજા ઓપનર માટે ટીમમાં હંમેશા સ્થાન હોય છે અને તેના માટે ગિલ અને જયસ્વાલના નામ પર વિચાર કરી શકાય છે. જા કે, જયસ્વાલ હજુ પણ આ રેસમાં આગળ છે. પરંતુ એ પણ શક્ય છે કે આ બંનેમાંથી કોઈને તક ન મળે. આ સાથે, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર બંનેને તક મળે તેવી શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐયરને એશિયા કપ માટે ટીમમાં સ્થાન નહીં મળે. તેમની કેપ્ટનશીપ હેઠળ, તેમણે આઇપીએલ ૨૦૨૫ માં પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું પરંતુ તેઓ એશિયા કપ માટે ટીમનો ભાગ રહેશે નહીં. તે જ સમયે, જિતેશ શર્માને એશિયા કપ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.આઇપીએલ ૨૦૨૫ માં, જિતેશ શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પોતાના મોટા શોટ્સથી બધાને પ્રભાવિત કર્યા. ભારતનું પેસ બોલિંગ આક્રમણ કંઈક આ પ્રકારનું હોઈ શકે છે મોહમ્મદ સિરાજ, જેમણે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમની પસંદગી પણ મુશ્કેલ લાગે છે. જસપ્રીત બુમરાહ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતા જાઈ શકાય છે. તેમની સાથે, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પેસ બોલિંગ આક્રમણનો ભાગ બની શકે છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની ભૂમિકામાં જાઈ શકાય છે.