ગિર સોમનાથના ગિર ગઢડા ખાતે બેડિયા સ્થિત ભગુ ઉકાભાઈ જાદવના ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટમોનિટરીંગ સેલના અધિકારીઓને મળી હતી. જેને આધારે એસએમસીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસને અહીંથી ૧૨,૦૯૫ બિયરના ટીન અને દારૂની બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂ. ૩૯, ૦૪.૧૫૦ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત પાંચ વાહનો, આઠ મોબાઈલ તથા રૂ. ૭૨,૭૨૦ મળીને કુલ રૂ. ૪૧,૫૨,૮૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ગિર ગઢડા પોલીસ ચલાવી રહી છે.