(૧) ૧ થી ર વર્ષનાં બાળકને ર ચમચી સવાર-સાંજ, ખાલી પેટે અથવા ભોજનના એક કલાક પહેલા
(ર) ર થી પ વર્ષના બાળકને ૩ ચમચી સાવર-સાંજ, ખાલી પેટે અથવા ભોજનના એક કલાક પહેલા
(૩) પ થી ૧૦ વર્ષના બાળકને ૪ ચમચી સવાર-સાંજ, ખાલી પેટે અથવા ભોજનના એક કલાક પહેલા
(૪) ૧૦ વર્ષની મોટી ઉંમરનાને પ ચમચી સાવર-સાંજ, ખાલી પેટે અથવા ભોજનના એક કલાક પહેલા

વિશેષ નોંધઃ પીત પ્રધાન અને ગરમીની
પ્રકૃતિવાળા વ્યક્તિઓએ ગૌમૂત્રનું સેવન ન કરવું જોઈએ.
૨) ગૌમૂત્રનું સેવન કરવાથી શરૂઆતના પાંચ થી છ દિવસ સુધી એક થી વધુ વખત મળત્યાગ માટે જવું પડી શકે છે જે ખૂબ જ લાભદાયક છે.
૩) ગર્ભવતી મહિલાઓએ વૈદ્યની સલાહ વિના ગૌમૂત્રનું સેવન ન કરવું જોઈએ.

• કેન્સરનો ઉપચારઃ- ગાયના દૂધમાંથી બનાવેલ દહીં, ગૌમૂત્ર તથા તુલસીના પાન અને મધ આ ચારના મિશ્રણથી ઔષધી તૈયાર કરી આપવાથી કેન્સરના દર્દીને રાહત થાય છે. ઔષધી બનાવવા માટે ચારેય તત્વોનું પ્રમાણ આ મુજબ છે. અર્ધો કિલો દહીં, ચાર ચમચી ગૌમૂત્ર, દસ તુલસીના પાન અને ચાર ચમચી મધ આ ચારેય પદાર્થોનું મિશ્રણ કરવું. તેને મિક્ચર દ્વારા બરાબર મિશ્રણ કરી એક વર્ષ સુધી સવારમાં નરણા કોઠે (ખાલી પેટે) દર્દીને સેવન કરાવવાથી શરૂઆતની અવસ્થાનું (શરૂઆત)નું કેન્સર પૂરી રીતે મટી જાય છે.
ગળાના કેન્સરમાં ૧૦૦ મિ.લિ. ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંન્નેનું મિશ્રણ કરી તેને કપડાથી બરાબર ગાળી લઈ સવારમાં નરણાકોઠે છ માસ સુધી દર્દીને પીવડાવવાથી ગળાનું કેન્સર મટે છે.

ગૌમૂત્રનું સેવન કરનારે આ મુજબ ધ્યાન રાખવું જોઈએ
૧) દેશી ગાયના ગૌમૂત્રનું જ સેવન કરવું
૨) જરસી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું નહિ.
૩) જંગલમાં ચરવા જતી ગાયનું ગૌમૂત્ર સર્વોત્તમ છે.
૪) જે ગાય વિયાયેલ ન હોય અને યુવાન હોય તે ગાયનું મૂત્ર વધુ લાભદાયી છે.
૫) એક વર્ષથી ઓછી ઉંમર વાછડી ( નાની ઉમરની ગાય) નું મૂત્ર સર્વોત્તમ છે.
૬) શરીરના માલિસ માટે બે થી સાત દિવસ જૂનું ગૌમૂત્ર સારૂં ગણાય છે.
૭) જે ગૌમૂત્રને પીવાનું હોય તેને ચાર થી આઠ વખત સુધી કપડાથી ગાળીને જ પીવું જોઈએ.
૮) બાળકોને પાંચ ગ્રામ અને યુવાનો તથા વૃધ્ધોને દસથી વીસ ગ્રામ સુધી ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ.

પૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ઉપર બતાવેલ પધ્ધતિ મુજબ ગૌમૂત્રનું સેવન કરવાથી ગોમાતાની કૃપાથી ચમત્કારિક લાભ થાય છે. ગૌમૂત્રમાં રોગોનો નાશ કરવાની વિલક્ષણ શક્તિ રહેલી છે. ગૌમૂત્રમાં ગંગાજીનો નિવાસ હોવાથી મહાન પવિત્ર છે. આપણા દેશની ગાયનું દૂધ અને તેની તમામ પ્રોડકટ આરોગ્યવર્ધક છે, તથા પશુપાલકોએ દૂધ, ગૌમૂત્ર, છાણ દરેકમાંથી આવક મેળવવી જોઈએ, વિશ્વ બજાર તરફ નજર કરી વિદેશી હૂંડિયામણ પણ મેળવી આવક ઉભી કરી શકાય છે.