અનુંસંધાન: ૭) કોઈપણ પ્રકારની ઔષધીઓના વધુ પડતા સેવનને કારણે જે તત્વોનું રીએકશન આવે છે. ગૌમૂત્ર પોતાની વિષનાશક શક્તિથી તે તત્વોને નષ્ટ કરી માનવીને નિરોગી બનાવે છે.
૮) વાતાવરણમાં રહેલ વિદ્યુત તરંગો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. ગૌમૂત્રમાં રહેલ તાંબાના કારણે , તાંબુ (કોપર) પોતાના વિદ્યુત આકર્ષણ ગુણને કારણે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિદ્યુત તરંગોને પોતાની તરફ આકર્ષી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
૯) ગૌમૂત્ર રસાયણ છે તે વૃધ્ધાવસ્થાને રોકે છે અને રોગોને નષ્ટ કરે છે.
૧૦) આહારમાં જે પોષકતત્વ ઓછા પ્રાપ્ત થાય છે. તેની પૂર્તિ ગૌમૂત્રમાં ઉપલબ્ધ તત્વોથી થાય છે તેથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
૧૧) આત્માની ઈચ્છા વિરૂધ્ધના કર્મો કરવાથી હૃદય અને મગજ સંકોચાય છે. જેની અસર શરીર પર પડે છે. જેના કારણે રોગ ઉત્પન્ન થાય છે. ગૌમૂત્ર સાત્વિક બુધ્ધિ પ્રદાન કરે છે તેથી સાચા અને હિતાવહ કાર્યો કરાવીને રોગોથી બચાવે છે.
૧૨) શાસ્ત્રોમાં પૂર્વજન્મના કર્મોને કારણે રોગોની ઉત્પતિ કહેલ છે જે મનુષ્યને ભોગવવી પડે છે. ગૌમૂત્રમાં ગંગાએ નિવાસ કરેલ છે. ગંગા પાપનાશિની છે. તેથી ગૌમૂત્ર પીવાથી પૂર્વજન્મના પાપ નષ્ટ થાય છે. તેથી પૂર્વજન્મના પાપોને કારણે થયેલ રોગો નષ્ટ થઈ જાય છે.
૧૩) શાસ્ત્રોના અનુસાર માનવ શરીરમાં કોઈવાર પ્રેતાત્માઓ ઘૂસી જાય છે. તેઓના પ્રવેશને કારણે માનવીનું માનસિક આરોગ્ય જોખમાય છે. આવા માનસિક રોગો પર ગૌમૂત્ર એટલે અસરકારક બને છે કે, ભૂતોના અધિપતિ ભગવાન શંકર છે, શંકર ભગવાનની જટામાં ગંગા છે. ગૌમૂત્રમાં ગંગા છે તેથી ગૌમૂત્રનું પાન કરવાથી ભૂતો ગંગાજીના પ્રભાવથી શરીર છોડીને બીજે ચાલ્યા જાય છે. તેથી ગૌમૂત્રના પીવાના કારણે ભૂતજન્ય રોગો થતા નથી.
૧૪) જે વ્યક્તિને કોઈપણ રોગ આનુવંશિક મળ્યો હોય તે રોગી જો નિયમિત ગૌમૂત્રનું પાન કરે તો તેનામાં એટલી બધી રોગપ્રતિકારક શક્તિ આવી જાય છે કે તે નિરોગી બની જાય છે.
૧૫) જાણતા અજાણતાં ખાદ્યપદાર્થો દ્વારા કે અન્ય પીણાઓ અને દૂષિત પાણી પીવાઈ જવાના કારણે કેટલાક પ્રકારના ઝેરી રસાયણો આપણા શરીરમાં પ્રવેશી ગયેલા વિષનો નાશ કરે છે. ગૌમૂત્ર માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોનો નાશ કરવાની શક્તિ આપે છે. ૈંદ્બદ્બેહૈંઅ ઁર્ુિ આપે છે.ગૌમૂત્ર છે. ગૌમૂત્રની સાથે કેટલીક વનસ્પતિઓના સંયોજન દ્વારા ઔષધો બનાવાય જેમાંના કેટલાંક આ મુજબ છે.
૧) ગૌમૂત્ર અર્ક, ૨) ગૌમૂત્ર ઘનવટી, ૩) ગૌમૂત્ર હરડે ચૂર્ણ, ૪) ગૌમૂત્ર હરિતકી વટી, ૫) ગૌમૂત્રાસવ ૬) બાલપાલ રસ ૭) નારી સંજીવની ૮) ગૌમૂત્ર પૂનઃર્વાદી અર્ક ૯) ગૌમૂત્ર પૂનઃર્વાદી વટી ૧૦) ગૌમૂત્ર ગુડ મારાદિ અર્ક ૧૧) ગૌમૂત્ર મધુમેહારી વટી, ૧૨) ગૌતકાસવ,૧૩) ગોતકારિષ્ટ, ૧૪) પંચગવ્ય
ધૃત, ૧૫) ત્રિફલાદિ ધૃત, ૧૬) અષ્ટમંગલ ધૃત ૧૭) બ્રાહ્મિ ધૃત, ૧૮) અર્જુન ધૃત, ૧૯) જાત્યાદિ ધૃત ૨૦) ગોમય વાતનાશક તેલ ૨૧) ગોપાલ નસ્ય ૨૨) ગોમય મલમ ૨૩) ગોમય દાદનાશક વટી ૨૪) અંતરાગ ચૂર્ણ ૨૫) અંતરાગ વટી ૨૬) ગોમય દંતમંજન ૨૭) ગોમય નવગ્રહ ધૂપ વગેરે.
ગૌમૂત્રનો ઉપયોગ વિભિન્ન રોગોમાં આ મુજબ કરી શકાય છે.
૧) કબજિયાતના દર્દીએ ગૌમૂત્રને સાતવાર કપડાથી ગાળીને પીવાથી કબજિયાત મટે છે.
૨) ગૌમૂત્રમાં હરડે ભીંજવી તેને ધીમી આંચ પર ગરમ કરવું. પ્રમન વાહી બળી જાય અને હરડે રહે તેનું ચૂર્ણ બનાવી રાત્રે સુતી વખતે હૂંફાળા પાણી સાથે એક ચમચી ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે.
૩) જીર્ણજવર, પાંડુરોગ, સોજો વગેરેમાં પાણીમાં ગૌમુત્ર તથા કરીયાતું મેળવીને તેનો ઉકાળો બનાવી સવાર સાંજ સાત દિવસ સુધી પીવાથી રોગો મટે છે.
૪) ખાંસી, દમ, શરદી વગેરે રોગોમાં ગૌમૂત્રનું સીધું જ સેવન કરવાથી તુરંત કફ નીકળવા માંડે છે અને વિકારોનું શમન થાય છે.
૫) પાંડુરોગમાં રોજ સવારે ખાલી પેટે તાજું ગૌમૂત્ર સ્વચ્છ કપડાથી ગાળીને નિયમિત એક માસ પીવાથી અવશ્ય લાભ થાય છે.
૬) બાળકોને ખાંસી થયેલ હોય તો ગૌમૂત્રને ગાળીને તેમાં હળદરનું ચૂર્ણ મેળવીને પીવડાવવું જોઈએ.
૭) પેટના કોઈપણ રોગમાં ગૌમૂત્ર પીવડાવવાથી દર્દીને લાભ થાય છે.
૮) જળોદરના રોગીએ કેવળ ગાયના દૂધને ખોરાક તરીકે લેવું જોઈએ અને ગૌમૂત્રમાં મધ મેળવીને નિયમિત નરણા કોઠે (ખાલી પેટ) હોય ત્યારે સવારના સમયે પીવું જોઈએ. તેમ કરવાથી નિરોગી થઈ શકાય છે.
૯) શરીરમાં આવેલ સોજો દૂર કરવા માટે ગાયના દૂધ સાથે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ.
૧૦) ગૌમૂત્રમાં મીઠું અને સાકર સમાન માત્રામાં ઓગાળી તેનું સેવન કરવાથી પેટના રોગો મટે છે.
૧૧) ગૌમૂત્રમાં સીંધાલુણ અને રાઈનું ચૂર્ણ મેળવીને પીવાથી ઉદરરોગ (પેટના રોગ) મટે છે.
૧૨) આંખોમાં બળતરા, કબજિયાત, સુસ્તી અને અરૂચિમાં ગૌમૂત્રમાં સાકર મેળવીને તેનું સેવન કરવું જોઈએ.
૧૩) ધાધર, ફોડકીઓ, અળાઈઓ વગેરેમાં ગૌમૂત્રમાં આંબાહળદર મેળવીને પીવાથી ફાયદો થાય છે.
૧૪) પ્રસૂતિ બાદ સ્રીઓને ગૌમૂત્ર પીવડાવવાથી સુયારોગમાં ખૂબ જ લાભ થાય છે અને રોગ દૂર થાય છે.
૧૫) કાળીજીરીને પીસીને તેનાથી શરીર પર માલિશ કરવું અને ગૌમૂત્રથી સ્નાન કરવાથી બધા ચર્મરોગ મટે છે.
૧૬) ચામડીના રોગોમાં ઉપયોગી મહામરિચ્યાદિ તેલ અને પંચગવ્ય ધૃત બનાવવામાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે.
૧૭) ગૌમૂત્રનું નિયમિત સેવન કરવાથી હાથીપગાનો રોગ મટે છે.
૧૮) ગૌમૂત્રને માથાના વાળમાં નાંખી થોડો સમય વાળને ગૌમૂત્રથી ભીંજાયેલા રાખી સૂકાયા બાદ ધોવાથી વાળની સુંદરતા વધે છે.
૧૯) કમળાના રોગીને ગૌમૂત્રનું નિયમિત સેવન કરાવવાથી કમળો ઝડપથી મટે છે.
૨૦) એરંડાનું તેલ અને ગૌમૂત્ર એક માસ સુધી પીવાથી સંધિવા અને વાયુના પ્રકોપને કારણે થયેલા વિકાર મટે છે.
૨૧) ક્ષય રોગમાં ગાયનું છાણ અને ગૌમૂત્રની ગંધથી ક્ષયના જંતુઓ નાશ પામે છે. તેનાથી દર્દીને રાહત થાય છે.
સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ગૌમૂત્રનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ તેનો વૈદ્યો આ મુજબ ઉતર આપે છે. (ક્રમશઃ)