“શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” ના સૂત્ર સાથે અમરેલી જિલ્લામાં ચાલી રહેલા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત લાઠીની ગાયત્રી કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. અમરેલી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત વકૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને સુરક્ષાના પ્રતિકરૂપે હેલ્મેટ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એ.આર.ટી.ઓ. અધિકારીઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે
મોબાઈલનો ઉપયોગ ટાળવા, સીટ બેલ્ટ બાંધવા, ઓવર સ્પીડિંગ ન કરવા અને લાયસન્સ-વીમો જેવા દસ્તાવેજો સાથે રાખવા જેવી પાયાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. યુવા પેઢીમાં ટ્રાફિક શિસ્ત કેળવવાના હેતુથી આ સુંદર પહેલ કરવામાં આવી હતી.