ખાંભાના સમઢીયાળા-ર ગામે રહેતા બે ઈસમો સામે સાળવા ગામના યુવકે ગામમાં ક્યાંય સામે મળીશ તો જીવતો નહીં રહેવા દઉં કહી જાનથી મારવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વિક્રમભાઈ તખુભાઈ ચાવડા (ઉ.વ.૨૮)એ અરજણભાઈ હાદાભાઈ વાઘ તથા ભરતભાઈ અરજણભાઈ વાધ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની મોટર સાયકલ તેમના ઘરની બહાર રસ્તામાં ઉભું રાખીને ગાળો બોલતો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈ પથ્થરનો છુટ્ટો ઘા કપાળના ભાગે માર્યો હતો.
તેમજ હવે ગામમાં ક્યાંય સામો મળીશ તો જીવતો નહીં રહેવા દઉં કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.