બાબરામાં એક પુરુષને “ગામમાં કેમ તું મારી ખોટી વાતો કરે છે” તેમ કહી ધમકી આપવામાં આવી હતી. આ અંગે બાબરામાં રહેતા વલ્લભભાઈ રવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૫૬)એ સુરતમાં રહેતા અમરશીભાઈ ગોપાલભાઈ ધોળકીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, વલ્લભભાઈ અમરેલી-ચીતલ રોડ ઉપર બાકડા પર બેઠા હતા ત્યારે આરોપીએ ત્યાં આવી “ગામમાં કેમ તું મારી એવી ખોટી વાતો કરે છે કે, મેં અમરેલી રોડ ઉપર પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરેલ છે?” તેમ કહી બેફામ ગાળો આપવા લાગ્યો હતો. તેમજ તેમની ચાલવાની લાકડાની ઘોડી વડે મૂંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.