(એ.આર.એલ),ગાંધીનગર,તા.૧
ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જાવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે ચારેય વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરાગ્રહત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ક વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ ખાય છે. ત્યારબાદ ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.
આ સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. આ ચારેય વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.