શહેરના સરગાસણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ભયાનક હિટ એન્ડ રન દુર્ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત થયું છે. સરગાસણ વિસ્તારની વાછાણી હોસ્પિટલ અને ડી-માર્ટ નજીકમાં આ ગોઝારો અકસ્માત થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ૨૯ વર્ષની યુવતી રસ્તો પાર કરી રહી હતી
ત્યારે પંજાબ રજીસ્ટ્રડ પીબી ૦૮જી ૦૦૬૨ નંબરવાળી બીએમડબ્લ્યુ કાર ચાલકે મહિલાને ટક્કર મારી હતી. આ અકસ્માત હર્ષ મોરેશ્વર નામના યુવકે કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને ઘટનાની જગ્યાએથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, જે હિટ એન્ડ રનની પરિભાષામાં આવે છે.
અકસ્માત સ્થળે હાજર લોકોએ તરત પોલીસને જાણ કરતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બીએમડબ્લ્યુ કારને તપાસી તેમજ કેમેરા ફૂટેજ અને સાક્ષીઓના આધાર પર ચાલક હર્ષ મોરેશ્વરને ઝડપી ધરપકડ કરી.
અકસ્માત સ્થળે હાજર લોકોએ તરત પોલીસને જાણ કરતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બીએમડબ્લ્યુ કારને તપાસી તેમજ કેમેરા ફૂટેજ અને સાક્ષીઓના આધાર પર ચાલક હર્ષ મોરેશ્વરને ઝડપી ધરપકડ કરી.
પોલીસના પ્રારંભિક નિવેદન મુજબ, વાહનચાલકે ઝડપ અને સંભાળ ન રાખતા આ ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક નિર્દોષ જીવ ગયો છે. ઘટના સ્થળે અકસ્માતની ગંભીરતા જોઈને લોકોમાં રોષ ફેલાયો હતો અને સ્થાનિકોએ પોલીસ પર તરત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મૃત્યુ પામેલી મહિલાની ઓળખ થયા મુજબ, તેઓ સ્થાનિક રહેવાસી હતા અને પોતાની રોજિંદી પ્રવૃત્તિ માટે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ટક્કરમાં મહિલાના માથા અને શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ પામ્યા હતા.
ઈન્ફોસિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, હર્ષ મોરેશ્વરની ધરપકડ બાદ તેને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લીધો છે અને પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.બીએમડબ્લ્યુ કારને કસ્ટડીમાં લઈ ફોરેન્સીક તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરના સરગાસણ, વાછાણી હોસ્પિટલ અને ડી-માર્ટ આસપાસના વિસ્તારોમાં હિટ એન્ડ રન ઘટનાના કારણે વાહનચાલકોમાં સાવચેતી વધારી દેવામાં આવી છે. પોલીસ લોકોને રાત્રી સમયે રસ્તા પાર કરતી વખતે સાવચેત રહેવા અને સ્પીડ નિયમનું પાલન કરવા માટે ચેતવણી આપી છે.