ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે “આરોગ્ય સમીક્ષા કેન્દ્ર”નો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધા અને ૧૦૦ જેટલા કોલટેકર્સના માધ્યમથી આરોગ્ય વિભાગની તમામ સ્વાસ્થ્યલક્ષી સેવાઓની એક જ સ્થળેથી વ્યાપક સમીક્ષા થઇ રહી છે. ગત જુલાઈ-૨૦૨૫ દરમિયાન આ કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં કરવામાં આવ્યા હતા.