વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. તેમાં પણ છાશવારે ડિજિટલ એરેસ્ટની ફરિયાદો મળી રહી છે. ત્યારે એવો જ એક કિસ્સો હાલ ગાંધીનગરના કલોલ ખાતેથી સામે આવ્યો છે, જ્યાં ૭૩ વર્ષીય વૃદ્ધ છેલ્લા ૪૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ હોવાની તથા ઠગબાજાએ દિલ્હી પોલીસના સ્વાંગમાં ૪૯ લાખ ખંખેર્યા હોવાની ચોંકાવનારી માહિતી હાલ સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો, હાલના સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ વચ્ચે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વારંવાર આ બાબતે લોકોને માહિતગાર કરવામાં આવે છે. જાગૃતિ અંગે વારંવાર પ્રયાસ પણ કરવામાં આવે છે. છતાં પણ નાગરિકો ડિજિટલ એરેસ્ટનો ભોગ બને છે. આવી જ વધુ એક ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલના એક વૃદ્ધ સાથે ઘટી છે.
સમગ્ર ઘટના જાણે એવી છે કે, કલોલના ૭૩ વર્ષીય વૃદ્ધને ૪૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ઠગબાજાએ દિલ્હી પોલીસના સ્વાંગમાં ૪૯ લાખ ભોગ બનનાર વૃદ્ધ પાસેથી ખંખેરી લીધા છે. દિલ્હી પોલીસના સ્વાંગમાં રહેલા ઠગોએ ભોગવનાર વૃદ્ધના આધાર કાર્ડ પરથી ૬૬ કરોડનું ફ્રોડ થયાનું જાણકારી આપીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૪૯ લાખ ખંખેર્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઠગબાજાએ ૧૦ ઓક્ટોબરના રોજ ભોગ બનનાર વૃદ્ધને ફોન કર્યો હતો. અભિમન્યુ અને નિરજ ઠાકુર નામના શખ્સોએ ફોન કરી કલોલના ૭૩ વર્ષીય વૃદ્ધને ૪૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દિલ્હી પોલીસના સ્વાંગમાં રહી છેતરપિંડી આચરી હતી. જેમાં આ બન્ને શખ્સ દ્વારા વૃદ્ધ પાસે દર કલાકે હું સલામત છું મેસેજ કરાવતા હતા.
આમ વારંવાર મેસેજ કરીને કલોલના ૭૩ વર્ષીય વૃદ્ધને માનસિક ત્રાસ પણ આપતા હોવાનું સામે આવ્યું છે. જાકે ભોગ બનનારે અંતે હારી થાકીને પોલીસનો સહારો લેતા તેમની સાથે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું
આભાર – નિહારીકા રવિયા છે. હવે ભોગવનાર કલોલના વૃદ્ધે ગાંધીનગર સાયબર રેન્જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર સાયબર રેન્જમાં ફરિયાદ મળતાની સાથે ઠગબાજાને પકડવા કવાયત હાથ ધરી છે.