ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધના ભાવ અને સ્વીકારણના મુદ્દે પશુપાલકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી) અને ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) વચ્ચેના વિવાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. પશુપાલકોએ બુધવારે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને હવે ઉત્તમ ડેરીના દૂધ શીત કેન્દ્ર પર તાળાબંધી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ દૂધ ઢોળીને વિરોધ કરવાની ચીમકી આપી છે.
પશુપાલકોનો મુખ્ય આક્ષેપ છે કે અમદાવાદની ઉત્તમ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટના ઓછા ભાવ આપવામાં આવે છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય પહેલાં મધુર ડેરીએ દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું શરૂ કર્યું હતું, જેથી તેઓને સારા ભાવ મળી રહ્યા હતા. પરંતુ અમદાવાદ સંઘ દ્વારા ‘બોર્ડ ઓફ નોમિની’માંથી મેળવેલા મનાઈ હુકમ બાદ મધુર ડેરીએ દૂધ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.આ નિર્ણયથી નારાજ પશુપાલકોએ સીધો વિરોધ શરૂ કર્યો છે.
દહેગામ તાલુકાનું દૂધ ઉત્પાદન રોજનું દૂધ ઉત્પાદન ૧.૫૦ લાખ લિટર છે,તેમાંથી અમદાવાદ સંઘ (ઉત્તમ ડેરી) દ્વારા ખરીદાતું દૂધ ૭૦,૦૦૦ લિટર છે, જ્યારે બાકીનું દૂધ અન્ય સ્થાનિક અથવા ખાનગી ચેનલોમાં જાય છે.આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે તાલુકાના મોટા ભાગના પશુપાલકો ઉત્તમ ડેરી પર નિર્ભર છે, જેથી ભાવમાં તફાવત તેમની આજીવિકા પર સીધી અસર કરે છે.
દૂધ ઉત્પાદકો દ્વારા નહેરુ ચોકડી ખાતે ખેડૂતો અને દૂધ ઉત્પાદકોએ ચક્કાજામ કરીને રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ તંગ બનતા પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી મધ્યસ્થી કરી અને પરિÂસ્થતિને નિયંત્રણમાં લીધી હતી. આ સાથે હરસોલી ચોકડી પાસે આવેલા ઉત્તમ ડેરીના શીત કેન્દ્ર પર બુધવારે સવારે તાળાબંધી કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
દૂધ ઉત્પાદકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ દૂધ ઢોળીને તીવ્ર વિરોધ કરવાનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ અંગે ઔપચારિક રજૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બાયડ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકો સાથે જાડાયા છે.તેમણે સ્થળ પર પહોંચીને પશુપાલકોને સમર્થન આપ્યું અને અહિંસક રીતે, ગાંધીજીના માર્ગે વિરોધ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે,“પશુપાલકોને તેમનો હક અને યોગ્ય ભાવ મળવો જ જાઈએ. આ લડાઈ અહિંસક રહેશે અને સરકાર તેમજ સંઘ સામે ન્યાયી માગણીઓ મૂકવામાં આવશે.”
પશુપાલક આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જા તંત્ર અને ડેરી સંઘ તેમની માગણીઓ (ખાસ કરીને યોગ્ય ભાવ અને મધુર ડેરીમાં સ્વીકારણની મંજૂરી) સંતોષે નહીં તો આંદોલન વધુ તીવ્ર બનશે. હાલમાં વિરોધ અહિંસક રહ્યો છે, પરંતુ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.







































