ડા. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કચ્છની ખમીરવંતી પ્રજાએ અનેક કુદરતી આફતોની પીડા વેઠીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. સરકારના વિઝન અને કચ્છીઓની ખુમારી થકી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાથી એક પ્રદેશની કઇ રીતે કાયાકલ્પ થઇ શકે તેનું કચ્છ ઉદાહરણ છે. કચ્છીઓ જે રીતે પડકારોને ઝીલનારી પ્રજા છે તે જ રીતે વડાપ્રધાનએ કચ્છના પડકારોને તકમાં પલાટાવીને કચ્છનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. પાણી, રોજગાર સહિતના મુદે એક સમયે પીડિત કચ્છ આજે અન્ય રાજ્યોના લોકોને રોજગારી આપી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારતા કચ્છ આજે ટુરીઝમ, ખેતી તથા ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બન્યું છે. કચ્છ રીન્યુએબલ એનર્જીનું હબ સાથે દેશનો ૪૦ ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યું છે. મંત્રીએ આવનારા સમયમાં કચ્છ ઇલેકટ્રોનિક કમ્પોનન્ટના પીસીબીના નિમાર્ણ માટે, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની શકે તેમ હોય રોકાણકારોને તેમાં જોડાવવા હાકલ કરી હતી.
આ તકે ધોલેરાના વિકાસ વાત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, પડકારોને તકમાં પરિવર્તન કરવું વડાપ્રધાનના વિઝનમાં છે. કોરાનાકાળમાં ગણતરીના દિવસોમાં વેક્સીન બનાવવાથી લઇને લોકોને આપવા સુધીની કામગીરી કરી ભારતે અન્ય દેશોને માત આપી હતી. આજે ભારત વેક્સીન હબ બન્યું છે. તે જ રીતે સેમિકન્ડટર, ઇલેકટ્રોનિક કમ્પોન્ટના પડકારને ઝીલીને તેના ઉત્પાદન માટે સજ્જ બનેલું ભારત આવનારા વર્ષોમાં આત્મનિર્ભર બની દુનિયામાં અગ્રેસર બનશે.
વન અને પર્યાવરણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે દરેક ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનવું પડશે. આ માટે કચ્છમાં ભરપૂર પોટેનશીયલ હોવાથી ભારતના ભવિષ્યને નિમાર્ણ કરનાર ક્ષેત્રમાં રોકાણ માટે કચ્છમાં આવી સંપત્તિસર્જન કરવા આહવાન કર્યું હતું. આવનારો સમય એઆઇ, ક્વોન્ટમ ટેકનોલોજી તથા બાયો ટેક્નોલોજીનો હોવાથી આ ક્ષેત્રમાં વિકાસ માટે આધુનિક રિસર્ચ સેન્ટર, એક્સલન્સ લેબનું સહિતનું નિર્માણ કરી ગુજરાત સજ્જ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કચ્છનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે. તેઓએ “ટકાઉ વિકાસ”ની વિભાવના અને પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે કચ્છમાં વર્લ્ડ ક્લાસ નર્સરી બનાવવા જણાવ્યું હતું. કચ્છમાં ગ્રીન કવર વધારવાની આ ઝુંબેશમાં ઉદ્યોગો પણ જોડાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ધુરા સંભાળી ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. આજે જિલ્લાકક્ષાએ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બદલ તેમણે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસને આંદોલન બનાવીને ભૂકંપની પીડા સાથે પાણી, બેરોજગારીની Âસ્થતિમાં કચ્છને બેઠું કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે. માળખાગત સુવિધાઓ વધી, ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી સાથે બંદરોનો વિકાસ થતાં કચ્છમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે કરછ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દીર્ઘ વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. જેનો લાભ કચ્છને મળતાં પોર્ટ, મિનરલ્સ, કેમિકલ સહિતના ક્ષેત્રે હજારો ઔદ્યોગિક યુનિટ્સ ધમધમી રહ્યા છે. આજે કચ્છમાં રોજગારીની વિપૂલ તકોનું સર્જન થઈ થતાં અન્ય રોજ્યોના લોકો અહીં રોજગારી માટે આવ્યા છે. જેને કચ્છીઓ માટે ગૌરવની વાત ગણાવી સાંસદએ ઉમેર્યું હતું કે, કચ્છ ગુજરાતનો એક માત્ર જિલ્લો છે કે જેને રણ, દરિયો અને ડુંગરનો ત્રિવેણી સંગમ મળ્યો છે. મુખ્યમંત્રીના અવિરત પ્રયાસોના કારણે આજે કચ્છ કૃષિ, ઉદ્યોગ અને ટુરિઝમનો ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલના વિઝનને સાર્થક કરીને યુવા સાહસિકો, રોકાણકારોને વાઇબ્રન્ટ પ્રોગ્રામમાં જાડાવા સાંસદએ અપીલ કરી હતી.








































