ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી વિશે મોટા સમાચાર બહાર આવ્યા છે. એસએ ૨૦ લીગની આગામી સીઝન પહેલા સૌરવ ગાંગુલીને પ્રિટોરિયા કેપિટલ્સના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ રવિવારે તેની સત્તાવાર જાહેરાત કરી. ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું – પ્રિન્સ હવે કેપિટલ્સ કેમ્પમાં શાહી રંગો ઉમેરવા માટે તૈયાર છે! અમને ખૂબ આનંદ છે કે સૌરવ ગાંગુલી અમારા નવા મુખ્ય કોચ બન્યા છે. ગાંગુલીનો વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે મુખ્ય કોચ તરીકેનો આ પહેલો કાર્યકાળ હશે.ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્‌સમેન જાનાથન ટ્રોટ દ્વારા કેપિટલ્સ મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી જ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી. ફ્રેન્ચાઇઝીએ ટ્રોટનો આભાર માન્યો અને લખ્યું – જાનાથન ટ્રોટ, અમે તમારા નેતૃત્વ અને ટીમ પ્રત્યેના સમર્પણ માટે હંમેશા આભારી રહીશું. તમારી આગળની સફર માટે શુભેચ્છાઓ. નોંધનીય છે કે આ વખતે જીછ૨૦ લીગનું શેડ્યૂલ ૨૦૨૬  t-૨૦ વર્લ્ડ કપ સાથે ટકરાવ ટાળવા માટે આગળ વધારવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ હવે ૨૬ ડિસેમ્બરથી ૨૫ જાન્યુઆરી વચ્ચે રમાશે. હવે એ જાવું રસપ્રદ રહેશે કે ગાંગુલીના કોચિંગ હેઠળ પ્રિટોરિયા કેપિટલ્સ કેવું પ્રદર્શન કરે છે. ગાંગુલી લાંબા સમયથી કેપિટલ્સ સાથે છે ગાંગુલી ૨૦૧૨ માં વ્યાવસાયિક ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્ત થયા પછી વિવિધ વહીવટી અને સલાહકાર પદો પર રહ્યા છે. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન ચાર વર્ષ માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ હતા. ઓક્ટોબર ૨૦૧૯ માં બીસીસીઆઇ પ્રમુખ બનતા પહેલા ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ આઇપીએલ ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૨૦૨૩ માં ટીમ ડિરેક્ટર તરીકે કેપિટલ્સ પરત ફર્યા હતા. કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિકો,જેએસડબ્લ્યુ અને જીએમઆર ગ્રુપ વચ્ચેના કરાર બાદ ઓક્ટોબર ૨૦૨૪ માં ગાંગુલીને જેએસડબ્લ્યુ સ્પોર્ટ્‌સના ક્રિકેટ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને મહિલા ફ્રેન્ચાઇઝી અને પ્રિટોરિયા કેપિટલ્સનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં લીગની પ્રથમ આવૃત્તિમાં રનર્સ-અપ રહેલી પ્રિટોરિયા, ગયા સિઝનમાં છ ટીમોમાંથી પાંચમા સ્થાને રહી હતી.