ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ભારતીય ટીમમાંથી ગેરહાજર છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ વારંવાર શમીની અવગણના કરી છે. મોહમ્મદ શમીએ તાજેતરમાં ૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે શમીને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને કેપ્ટન સૌરવ ગાંગુલી શમીના સમર્થનમાં બહાર આવ્યા છે.ગાંગુલી ઈચ્છે છે કે મોહમ્મદ શમી ભારતીય ટીમમાં બધા જ ફોર્મેટમાં પાછો ફરે કારણ કે તે માને છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને સારી બોલિંગ કરી રહ્યો છે. સુત્રો અનુસાર ગાંગુલીએ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે શમી અસાધારણ રીતે સારી બોલિંગ કરી રહ્યો છે. તે ફિટ છે, અને અમે ત્રણ રણજી ટ્રોફી મેચોમાં તે જાયું છે, જ્યાં તેણે એકલા હાથે બંગાળને જીત અપાવી હતી.તેમણે આગળ કહ્યું, “મને ખાતરી છે કે પસંદગીકારો જાઈ રહ્યા છે, અને તેમની અને મોહમ્મદ શમી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતુ જા તમે મને પૂછો, તો ફિટનેસ અને કૌશલ્યની દ્રષ્ટિએ, આ એ જ મોહમ્મદ શમી છે જેને આપણે જાણીએ છીએ. તેથી, મને કોઈ કારણ દેખાતું નથી કે તે ભારત માટે ટેસ્ટ મેચ, વનડે અને ટી૨૦ ક્રિકેટ ન રમી શકે કારણ કે તેની પ્રતિભા અપાર છે.”શમીએ તાજેતરની રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬માં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી રમેલી ત્રણ મેચમાં ૧૫ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, શમીએ ૯૧ ઓવર બોલિંગ કરી છે અને પાંચ વિકેટ લીધી છે. તેથી, તે સંપૂર્ણપણે ફિટ છે. ૨૦૨૩ના વર્લ્ડ કપ પછી, મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે લગભગ ૧૪ મહિના સુધી મેદાનથી દૂર રહ્યો હતો. ત્યારબાદ, શમીએ ૨૦૨૫ની ચેમ્પિયનન્સ ટ્રોફીમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ટીમ ઇન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.જાકે, ચેમ્પિયનન્સ ટ્રોફી પછી શમીએ કોઈપણ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું નથી. તેને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. હવે જાવાનું એ છે કે તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણીમાં તક મળે છે કે નહીં.