પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ગાંગુલીને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્ર ીય ક્રિકેટ પરિષદના પ્રમુખ બનવું જાઈતું હતું, પરંતુ તેમને રોકવા સરળ નથી. ઈડન ગાર્ડન્સ ખાતે મહિલા વર્લ્ડ કપ વિજેતા રિચા ઘોષના સન્માન સમારોહમાં બોલતા, મમતા બેનર્જીએ ગાંગુલી અને રિચાની પ્રશંસા કરી.આ દરમિયાન, તેમણે એક જૂના મુદ્દા પર ફરીથી ચર્ચા કરી જે અગાઉ રાજકીય ઉથલપાથલનું કારણ બન્યું હતું. મમતાએ કહ્યું, “અમે હંમેશા ઇચ્છતા હતા કે ગાંગુલીને લાંબા સમય સુધી ભારતના કેપ્ટન તરીકે રાખવામાં આવે.” અને હું એક બીજી વાત કહીશ. ગાંગુલીને ખરાબ લાગી શકે છે, પરંતુ હું સત્ય બોલવાની ટેવાયેલી છું. આજે આઇસીસી પ્રમુખ કોણ હોવું જાઈએ? સૌરવ ગાંગુલી સિવાય બીજું કોઈ નહીં. ભલે તેમણે હજુ સુધી આવું કર્યું નથી, મને વિશ્વાસ છે કે તેઓ એક દિવસ કરશે. તેમને રોકવા સરળ નથી.જય શાહ હાલમાં આઇસીસી પ્રમુખનું પદ સંભાળે છે. ડિસેમ્બર ૨૦૨૪ માં, તેઓ આઇસીસીના સૌથી યુવા પ્રમુખ બન્યા. આ પહેલા, તેમણે ચાર વર્ષ સુધી બીસીસીઆઇ સચિવ તરીકે સેવા આપી હતી. ઓક્ટોબર ૨૦૨૨ માં, સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, અને રોજર બિન્નીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ગાંગુલીએ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી બીસીસીઆઇની બાગડોર સંભાળી હતી.ગાંગુલી અને જય શાહે ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી બીસીસીઆઇમાં સાથે કામ કર્યું હતું. તે સમય દરમિયાન, ગાંગુલીનો કાર્યકાળ સ્થિર માનવામાં આવતો હતો, જાકે રાજકીય દખલગીરીના અહેવાલો પણ હતા. જ્યારે ઓક્ટોબર ૨૦૨૨ માં ગાંગુલીને બીસીસીઆઇ પ્રમુખ તરીકે બીજી મુદત નકારી કાઢવામાં આવી હતી, ત્યારે મમતા બેનર્જીએ ખુલ્લેઆમ તેમને ટેકો આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાંગુલીને આઇસીસી ચૂંટણી લડવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. મમતાએ પછી પ્રશ્ન કર્યો, “જ્યારે અમિત બાબુ (અમિત શાહ) ના પુત્રને બીસીસીઆઇ માં જાળવી રાખવામાં આવ્યો, ત્યારે સૌરવ ગાંગુલીને કેમ દૂર કરવામાં આવ્યો?”સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેમણે ૨૦૦૦ માં મેચ ફિક્સક્સંગ વિવાદ પછી ટીમનો હવાલો સંભાળ્યો અને ટીમમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો. તેમણે ૪૯ ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, ૨૧ જીત્યા, અને ૧૪૭ વનડે માંથી ૭૬ માં ભારતને વિજય અપાવ્યો. ૨૦૦૮ માં નિવૃત્તિ લીધા પછી, ગાંગુલી ક્રિકેટ વહીવટમાં પ્રવેશ્યા. ૨૦૧૫ માં, તેઓ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ બન્યા અને ૨૦૧૯ માં બીસીસીઆઇ પ્રમુખ પદે પહોંચ્યા. તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં સીએબી પ્રમુખ તરીકે પાછા ફર્યા.








































