ગામ પીપળીયામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગ્રામજનો દ્વારા શોભાયાત્રા અને ભજન-કિર્તનનું આયોજન કરાયું હતું. શનિવારે બપોર પછી, ગામના ચોરા પાસે ટ્રેક્ટરમાં નાળિયેરીના પાનથી સુંદર રથ શણગારવામાં આવ્યો હતો. આ રથમાં કૃષ્ણ ભગવાનની સવારી બિરાજમાન કરવામાં આવી હતી. ચોરાના પૂજારી અને ગ્રામીણ ભક્તજનોએ સાથે મળીને તબલા અને મંજીરાના નાદ સાથે શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રા ગામના મુખ્ય રસ્તાઓ પર ફરી વળી હતી. પ્રાચીન
સંસ્કૃતિ અને પરંપરા મુજબ, “હરી આવોને…” જેવા ભજન અને કીર્તન ગાઈને ગ્રામજનોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.