ગત વર્ષની જેમ આ વર્ષે પણ મીડિયાના મિત્રો માટે ‘હેલ્થ ચેકઅપ’ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે આગામી તા.૨૦ નવેમ્બર,૨૦૨૫ ના રોજ રેડક્રોસ અમરેલી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેની રજિસ્ટ્રેશન લિંક આ સાથે સામેલ છે. અમરેલી જિલ્લાના મીડિયાના મિત્રોને તેમના હેલ્થ ચેકઅપ માટે આ લીંકમાં રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. હેલ્થ ચેકઅપના આગલા દિવસે એટલે કે, તા.૧૯મી નવેમ્બર,૨૦૨૫ના રોજ સાંજે લીંકનું રજિસ્ટ્રેશન આપોઆપ બંધ થઈ જશે. જેથી તમામ મિત્રોને ઉક્ત તારીખ પહેલા સમયસર તેમનું રજિસ્ટ્રેશન લીંક https://forms.gle/huUmDWQKvA8Cp23z8પર કરાવવા નમ્ર અનુરોધ છે.







































