મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.વિÎનહર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિÎનો-સંકટો નિવારીને, રાષ્ટ્ર અને રાજ્યની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ બળ પ્રદાન કરશે એવી કામનાઓ મુખ્યમંત્રીએ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે. તેમણે ઇકોફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરીને પર્યાવરણ જાળવણી સાથે શ્રીજીની આરાધના-ઉપાસના કરવાનો પણ સૌને અનુરોધ કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.તેમણે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચનાનું આ પર્વ છે.ભગવાન શ્રી મહાવીરના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં આ પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શÂક્તઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.