અમરેલી જિલ્લામાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, માટીની મૂર્તિઓની ઊંચાઈ બેઠક સહિત ૯ ફૂટ અને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓની ઊંચાઈ ૫ ફૂટથી વધુ નહીં રાખી શકાય. વિસર્જન માત્ર નિર્ધારિત અને મંજૂરી પ્રાપ્ત સ્થળો પર જ કરી શકાશે. મૂર્તિ બનાવવાના સ્થળોએ સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે અને મૂર્તિઓને જાહેર માર્ગો પર ખુલ્લી રાખી શકાશે નહીં.વધુમાં, પાણીમાં ન ઓગળે તેવા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ અને કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવી મૂર્તિઓ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ છે. વિસર્જન પછી મૂર્તિઓને પાણીમાંથી બહાર કાઢવા પર પણ પ્રતિબંધ છે. આ જાહેરનામુ ૧૯ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.