અમરેલી જિલ્લામાં આસપાસ આવેલા જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં આવતા-જતાં હોય છે. આ દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરીયા ગામના પાંચ લોકો સહિત ૬૦ પીધેલા જિલ્લાભરમાંથી ઝડપાયા હતા. દુધાળા ચેક પોસ્ટ પરથી પકડાયેલા ઇતરીયા ગામના પાંચેય શખ્સો હીરા ઘસવાનું કામ કરતાં હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું હતું.
આ સિવાય બગસરા, દાતરડી, જોલાપર ગામના પાટીયે, માંડણ, સાવરકુંડલા, ખડાધાર ચેક પોસ્ટ, વાંગધ્રા ચોકડી, ભાલવાવ, દામનગર, વઢેરા, લાઠી, કુંકાવાવ, અરજણસુખ ગામના પાટીયે. જાફરાબાદ, કોવાયા, ચિતલ, ચલાલા, ટીંબી ચેક પોસ્ટ, વંડા, કીડી, બાબરા, અમરેલી સહિતની જગ્યાએથી કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતા લોકો ઝડપાયા હતા. ખાંભા તાલુકાના દલડી ગામેથી દેશી દારૂ બનાવવાનો ૧૫ લિટર આથો મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી છ લોકો પાસેથી છ લિટર દેશી દારૂ પકડાયો હતો.