લાઠીના અકાળા રોડ પર ગટરના ઢાંકણા બદલવાનું કહેતા પુરુષને ગાળો આપી ત્રિકમના હાથા વડે મુંઢમાર માર્યો હતો.
બનાવ અંગે મનસુખભાઈ દાનાભાઈ ખાંભુ (ઉ.વ.૫૦)એ રવીભાઈ ભીમભાઈ સાંગા તથા અંકિતબાઈ ભીમભાઈ સાંગા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીને ગટરના ઢાંકણા બદલવાનું કહેતા આરોપીને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી ત્રિકમના હાથા વડે મુંઢ ઈજા કરી હતી.અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.