અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ના વિદ્યાર્થીઓ દ્વારા “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ”ની ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વભરમાં દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવાય છે.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા માતૃભાષાના મહત્વ અંગે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યગાન,
વક્તૃત્વ સ્પર્ધા અને લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.