શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના કરાટે ખેલાડીઓએ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે તારીખ ૧૨-૧૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાવરકુંડલા મુકામે યોજાઈ હતી. ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત થયેલા પદકોમાં કુલ ૧૯ મેડલનો સમાવેશ થાય છે, જેમાં ૪ સુવર્ણ પદક, ૫ રજત પદક અને ૧૦ કાંસ્ય પદક મેળવેલા છે. સુવર્ણ પદક મેળવનાર વિદ્યાર્થીઓમાં ચૌહાણ શ્રેયા, સોલંકી વંદના, ખાંભલા સોહિલ અને ધાધલ મંદીપનો સમાવેશ થાય છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ કરાટે ખેલાડીઓ તેમજ કોચ વિકુશભાઈ ભેડાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.