અમરેલીના જાણીતા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે બુધવારના રોજ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા માધ્યમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસિક પ્રેરણા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખે વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પોતાનું લક્ષ્ય નક્કી કરવું અને પોઝિટિવ વિચાર સાથે સતત મહેનત કરતી રહેવી તો સફળતા ચોક્કસ મળશે, વિદ્યાર્થીઓ એક અનંત શક્તિ, એક વિશાળ સપનું લઈને ચાલે તો તેઓ જીવનમાં સર્વોતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રસંગે મંત્રી ચતુરભાઈ ખુંટ, એમ.કે. સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, સ્કૂલ સુપરવાઇઝર વિજયભાઈ, શર્મીલાબેન, પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ, કલ્પેશભાઈ તેમજ પ્લાઝામાંથી ચિરાગભાઈ, સંસ્થાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.