સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી BA(Eng.) સેમ.-VIની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલીના ગજેરા કેમ્પસની શ્રીમતી ડી.એચ. કાબરીયા મહિલા આટ્‌ર્સ કોલેજનું પરિણામ ૯૫% સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ જાહેર થયું છે. આ પરીક્ષામાં રાઠોડ પ્રિયા એ. કોલેજ ફર્સ્ટ – ૭૮.૦૨%, વઘાસીયા કૃતિ એમ. કોલેજ સેકન્ડ-૭૫.૭૮% અને શાહ તમન્ના પી.ને કોલેજ થર્ડ રેન્ક સાથે ૭૪.૭૬% પ્રાપ્ત થયા છે. આ સફળતા બદલ તમામ સ્ટાફ, સ્ટુડન્ટ્‌સ અને રેન્કરને શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.