શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, સંચાલિત ગજેરા કેમ્પસની શ્રીમતી યુ.બી. ભગત મહિલા સાયન્સ કોલેજમાં ખેલકુદ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મહિલા ખેલાડીઓએ ગોળાફેંક-ચક્રફેંક-બરછી ફેંક-હેમર થ્રો સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિવિધ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.