સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં MCA સેમ.- ૨ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં ગજેરા કેમ્પસ ખાતે અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, સંચાલિત શ્રી એમ. એલ. કાકડીયા મહિલા એમ.સી.એ. કોલેજે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટોપટેનમાં કોલેજની બે વિદ્યાર્થિનીઓ-ચૌહાણ કૃપાલી બી. યુનિ.માં આઠમું- ૯૫૫ SPI અને નાડોદા નેન્સી એ. યુનિ.માં નવમું-૯.૫૫ SPI પ્રાપ્ત કરેલ છે. આ સફળતા બદલ તમામ સ્ટાફ– સ્ટુડન્ટ્સ – રેન્કરને શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.