પ્લે-ગ્રાઉન્ડ પર સતત વિજય મેળવ્યા બાદ હવે ગજેરા સ્કૂલના ખેલાડીઓ દરિયાઈ ક્ષેત્રે પણ સફળતાના શિખરો સર કરી રહ્યા છે. તાજેતરમાં પોરબંદર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની વિદ્યાસભા સ્કૂલના DLSS ખેલાડીઓએ
ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તારીખ ૩ થી ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પોરબંદર ખાતે ‘ઓલ ઇન્ડિયા ઓપન-સી સ્વિમિંગ રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫૦૦ જેટલા સ્વિમિંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસના ૭ ખેલાડીઓએ સમુદ્રમાં ૧ કિ.મી. સુધી સ્વિમિંગ કરી સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ થયેલા ખેલાડીઓમાં વાઘેલા રવિના સનાભાઇ, વાળા નિશા રાવતભાઈ, વાળા અર્ચના ભીમજીભાઈ, ધરાજીયા કલ્પેશ મનીષભાઈ, વાળા અમરદીપ જયવંતસિંહ, નાઘેરા જય કાનજીભાઈ અને પરમાર જયદીપ બુધેશભાઈનો સમાવેશ થાય છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ તમામ સ્વિમિંગ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.







































