તારીખ ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ લુણાવાડા, ગુજરાત ખાતે યોજાયેલી ૧૯મી ઉદ્ભહ્લૈં ઈન્ડિપેન્ડન્સ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૫માં એસ.એચ. ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી સંસ્થા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દેશભરમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની કળા અને દમખમ સાબિત કર્યા છે. આ પ્રતિસ્પર્ધામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમણે ટોપ-થ્રીમાં સ્થાન મેળવ્યું છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ આ સિદ્ધિ બદલ ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “નેશનલ કક્ષાએ ભાગ લેવો અને તેમાં સિદ્ધિઓ મેળવવી એ સંસ્થા અને ગુજરાત માટે ગૌરવની વાત છે.” મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ પણ વિજેતા ખેલાડીઓ અને તેમના કોચ ભેડા વિકુશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓ
ગોલ્ડ મેડલઃ પરમાર દેવરાજ અને ચૌહાણ શ્રેયા. સિલ્વર મેડલઃ ડોંડા મંથન, દવે દિશા, સોલંકી વંદન, બારૈયા પરી અને ઝા મહાલક્ષ્મી. બ્રોન્ઝ મેડલઃ ધાધલ મનદીપ, વામજા કૃપાલ, સાવલિયા વૃષ્ટિ અને ગોલાણી ઉર્વીશા.