ધારી પાસે આવેલા ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં તેના ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા સુધી ભરાઈ ગયો છે. નિયમોનુસાર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. અમરેલી ફ્‌લડ સેલે નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કે પટના કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. અમરેલી જિલ્લાના ધારી, આંબરડી, પાલડી, પાદરગઢ તેમજ બગસરા તાલુકાના હાલરિયા અને હુલરિયા ગામને એલર્ટ કરાયા છે. અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર સહિત અન્ય ગામોને પણ સતર્ક કરાયા છે. લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા અને સાવરકુંડલા તાલુકાના બોરાળા, જૂના સાવર સહિતના ગામોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.