બાબરા તાલુકાની નાની કુંડળ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૩.૦માં શાનદાર પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. રમત-ગમત ક્ષેત્રે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત યોજાયેલી રસ્સા ખેંચ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સફળતા શાળા માટે ગર્વની ક્ષણ બની રહી છે.