ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની અંન્ડર-૧૪, ૧૭ અને ઓપન એજ ભાઈઓ-બહેનો કુસ્તી ગેમની ચેમ્પિયનશીપનું આયોજન લાઠી મુકામે થયું હતું. જેમાં અલગ-અલગ તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના ખેલાડીઓએ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ. સંસ્થાના ખેલાડીઓએ કુલ ૧૪ સુવર્ણ પદક, ૬ રજત પદક અને ૨ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. આ ખેલાડીઓમાં ૧) ધાંધલા વિધિ ૪૦ કિલો U-૧૭, ૨) પેથાણી કાવ્યા ૩૬ કિલો U-૧૪, ૩) ચૌહાણ પૂજા ૪૩ કિલો U-૧૭, ૪) ચારણીયા પ્રથા ૪૬ કિલો U-૧૭, ૫) પંડ્યા રુદ્રિકા ૪૯ કિલો U-૧૭, ૬) અજાણી જેની ૫૩ કિલો U-૧૭, ૭) ડાભી હિતેશ સુરેશભાઈ -૩૮ કિલો U-૧૪, ૮) મજેઠીયા દક્ષ નાનુભાઈ ૩૫ કિલો U-૧૪, ૯) ચૌહાણ જયરાજ કિરીટભાઈ-૪૦ કિલો U-૧૪, ૧૦) પટણી અરમાન સાજીદભાઈ ૬૦ કિલો U-૧૭, ૧૧) નંદવાણા રવિરાજ જગદીશભાઈ ૫૫ કિલો U-૧૭, ૧૨) મકવાણા હાર્દિક રમેશભાઈ ૪૫ કિલો U-૧૭, ૧૩) મકવાણા આરદીપ અશોકભાઈ ૬૩ કિલો-ઓપન એજ ૧૪) જેઠવા સુખદેવ જીલુભાઇ ૫૫ કિલો ઓપન એજ સુવર્ણ પદક પ્રાપ્ત કરેલ, તેમજ ૧) માલમ નંદની લાલજીભાઈ ૩૩ કિલો U-૧૪, ૨) કાનાણી ત્રિશા સંજયભાઈ ૨૯ કિલો U-૧૪, ૩) ડાભી સાનવી ઘનશ્યામભાઈ ૩૬ કિલો U-૧૪, ૪) દવે વિશ્વા ૪૯ કિલો U-૧૭, ૫) જતાપરા હિના ૫૩ કિલો U-૧૭, ૬) મેણીયા કલ્પેશ વલ્લભભાઈ ૪૫ કિલો U-૧૭ રજત પદક પ્રાપ્ત કરેલ અને ૧) લાખાણી આરુષિ શૈલેષભાઈ ૩૩ કિલો U-૧૪, ૨) ચૌહાણ સાનવી રાજેશભાઈ ૪૦ કિલો U-૧૪ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓને અને કોચ ધ્રુવરાજસિંહ ગોહિલ, ટ્રેનર-કૃપા ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતા.









































