આઇપીએલ ૨૦૨૬ માટે રીટેન્શન સમાપ્ત થઈ ગયું છે, અને બધી ટીમોએ રીટેન્શન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. હવે, આઇપીએલ રીટેન્શન પૂર્ણ થયા પછી, ચાહકો ઉત્સુક હતા કે હરાજી ક્્યારે અને ક્્યાં યોજાશે. હવે,આઇપીએલએ આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે.આઇપીએલ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે આઇપીએલ ૨૦૨૬ માટે મીની ઓક્શન ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે.આઇપીએલ ૨૦૨૬ રિટેન્શનમાં, બધી ટીમોએ કુલ ૧૭૩ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં ૪૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં કુલ ૭૭ ખેલાડીઓના સ્લોટ માટે ૨૩૭.૫૫ કરોડનું સંયુક્ત પર્સ ઉપલબ્ધ થશે. દરેક ટીમ વધુમાં વધુ ૨૫ ખેલાડીઓને રિટેન કરી શકે છે.કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે ૬૪.૩ કરોડનું પર્સ હશે, જે ૧૦ ટીમોમાં સૌથી મોટું છે. આ છ વિદેશી સ્લોટ સહિત મહત્તમ ૧૩ સ્લોટ ભરવા માટે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મહત્તમ નવ ઉપલબ્ધ સ્લોટ ભરવા માટે ૪૩.૪ કરોડ ઉપલબ્ધ છે.આઇપીએલ રિટેન પછી દ્ભદ્ભઇ પાસે સૌથી વધુ રકમ છે, તેથી તેઓ સૌથી વધુ બોલી લગાવે તેવી અપેક્ષા છે.કેકેઆરએ વેંકટેશ ઐયર (૨૩.૭૫ કરોડ રૂપિયા) અને આન્દ્રે રસેલ (૧૨ કરોડ રૂપિયા) જેવા મોંઘા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ટીમે ક્વીન્ટન ડી કોક અને મોઈન અલીને પણ ટીમમાંથી બહાર કરી દીધા છે. દ્ભદ્ભઇ એ ટીમને ફરીથી બનાવવી પડશે. અજિંક્્ય રહાણે, મનીષ પાંડે, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને અંગક્રિશ રઘુવંશીને જાળવી રાખવામાં આવ્યા છે. ગયા સિઝનમાં, અજિંક્ય રહાણેએ દ્ભદ્ભઇ ની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ તેમના નેતૃત્વ હેઠળ ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું.