ગુજરાતના ખેડા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ચાર વર્ષ જૂની લાંચની ઘટનાને આધારે ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસ ૧૭ એપ્રિલ૨૦૨૧ નો છે, જેમાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન કર્મીઓએ ઘઉંથી ભરેલી ટ્રકના ડ્રાઇવર પાસેથી કાગળો ન હોવાના બહાને કેસ કરવાની ધમકી આપીને ૯૦ હજાર રૂપિયાની લાંચ વસૂલી હતી. ફરિયાદીએ વાતચીતનું ઓડિયો રેકો‹ડગ કરીને એસીબીને આપ્યું હતું, જેના આધારે લાંબી તપાસ બાદ આજે ગુનો નોંધાયો છે.આરોપીઓની વિગતોઆ કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

ખેડા એસીબીએ પકડેલા ત્રણ આરોપી રણજીતસિંહ શીવાજી ઝાલા – તત્કાલીન અન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બેલ્ટ નં. ૯૫૩) રાજેશ ભીખાભાઇ બારૈયા – તત્કાલીન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બેલ્ટ નં. ૨૮૧) રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી – તત્કાલીન જીઆરડી (બિન વર્ગીકૃત, તાલુકા રજી. નં. ૦૨)

આ તમામ તત્કાલીન કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.ઘટનાનો વિગતવાર ફરિયાદી એક ટ્રક ડ્રાઇવર છે, જે તા. ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ મોડાસાથી મુંબઈ જતો હતો. તેની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરેલા હતા. જ્યાં ખેડા જિલ્લાની રેલીયા પોલીસ ચેકપોસ્ટ પર પહોંચતાં આરોપી પોલીસકર્મીઓએ ટ્રક રોકીને ચેકિંગ કર્યું હતુ. ટ્રક અને માલસામાનના કાગળો ન હોવાનું જોઈને તેમણે ટ્રક જપ્ત કરીને કેસ કરવાની ધમકી આપી હતી.પ્રથમ તો આરોપીઓએ ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીની વિનંતી અને રકજક પછી રકમ ૧ લાખ પર નક્કી થઈ. અંતે, આંગડિયા પેઢી દ્વારા ૮૦ હજાર અને ફોનપે દ્વારા ૧૦ હજાર મળીને કુલ ૯૦ હજાર રૂપિયા લાંચ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. ફરિયાદીએ આ તમામ વાતચીત અને લેવડ-દેવડ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.આ રેકો‹ડગને તેમને સીડીમાં રજૂ કર્યા બાદ એસીબીએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઓડિયો, ટેકનીકલ પુરાવા મળી આવ્યા હતા, જેના આધારે આરોપીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહીત ગેરવર્તણુક આચરી હોવાનું સ્પષ્ટ થયું છે. ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદ કરીને આ કૃત્ય કર્યું હતું.

આ કેસમાં વિલંબ થવા પાછળનું કારણ તપાસની ઊંડાણ અને પુરાવાઓની ચકાસણી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં પાસે ભ્રષ્ટાચારના પુરાવા તરીકે આૅડિયો-વીડિયો રેકો‹ડગને મહત્વ આપવામાં આવે છે, જે આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.આ ઘટના પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરે છે. એસીબીની આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચાર સામે લડવાનું પ્રોત્સાહન મળશે. કેસની વધુ તપાસ ચાલુ છે.