ખાંભા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ભરતભાઇ મુહાભાઇ વાળાએ ખડાધાર ઓપી ઇન્ચાર્જ તરીકે સુંદર કામગીરી કરી હતી. ખાંભા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૩૦૫૦૨૫૦૦૩૧/ ૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૮૯(૨) મુજબના ગુનાના ફરિયાદીને આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી માર મારતાં હતાં તે બનાવની જાણ થતા તેમણે તરત જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થળ પર પહોંચી ગયા હતા અને બીજો ગંભીર બનાવ બનતો અટકાવી શ્રેષ્ઠ કામગીરી કરી હતી. વડીયા મુકામે જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓનો સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની ઉપસ્થિતિમાં બી.એમ. વાળાને પ્રશંસાપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.