ખાંભા તાલુકાના ભાવરડી ગામેથી એક યુવતી લાપતા બની હતી. યુવતી પાછી ન ફરતા ગભરૂભાઈ સોમાતભાઈ ફગા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી દયાબેન તા.૩૦/૧૨/૨૦૨૫ ના મોડી રાત્રીના આશરે બારેક વાગ્યાથી તા.૩૧/૧૨/૨૦૨૫ ના વહેલી સવારના આશરે છ વાગ્યાના સમય દરમ્યાન ભાવરડી ગામેથી કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હતી. જે આજદીન સુધી પરત ફરી નથી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગમારા વધુ તપાસ હાથ ધરી છે.






































