રામનવમીના પાવન અવસરે આખા દેશમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન થઇ રહ્યું હોય ત્યારે ખાંભામાં પણ શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેનું સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવેલ, ભગવતીપરા તેમજ ખાંભા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણના સંતો, રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઘોડે સવારો જોડાયા હતા.