ખાંભામાં રહેતી એક પરિણીતાને તેના પતિ તથા દિયરે માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે રેખાબેન હિંમતભાઈ ચુડાસમા (ઉ.વ.૨૬)એ પતિ પ્રવિણભાઈ હીંમતભાઈ ચુડાસમા તથા દીયર મુકેશભાઈ હીંમતભાઈ ચુડાસમા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિ તેમની દીકરીઓ સાથે ટી.વી. જોવા બાબતે બોલાચાલી કરતા હતા. જેથી તેઓ દીકરીને સમજાવતા તેમની સાથે બોલાચાલી કરી ગાળો દઇ, શંકા વહેમ કરી ઝઘડો કરતા હતા. આ દરમિયાન તેમના દિયર આવી જતા બન્નેએ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.